ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદ યાત્રા યોજાઈ
સંઘાકાયા ફાઉન્ડેશન અને ગુજરાત – ટુરિઝમ વિભાગના સંયુક્ત – ઉપક્રમે ગાંધીનગરના સેક્ટર – 17 ટાઉન હોલ ખાતે 23મી, ફેબ્રુઆરીના રોજ છઠ્ઠી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 5 દિવસિય પરિષદ ગુજરાતના બૌદ્ધ વારસાને ઉજાગર કરવાની સાથે તેને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિપથમાં મહત્ત્વના સ્થાન તરીકે પ્રોત્સાહિત કરવાનું પણ આયોજન છે. આ પરિષદમાં 2 હજારથી વધુ પ્રતિનિધિઓ જેમાં પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાનો. ભિક્ષુઓ અને થાઈલેન્ડ, લાઓસ, વિયેટનામ,મ્યાનમાર,શ્રીલંકા, કંબોડિયા, જાપાન સહિતના 13 દેશોના નિષ્ણાતો હાજર રહેશે. આ અંતર્ગત રવિવારે શાંતિના સંદેશ સાથે યાત્રાનું પણ આયોજન કરાયુ હતું.
બૌદ્ધ વારસો પરિષદમાં વિદેશના 50 પ્રતિનિધિઓ જેમાં થાઈલેન્ડથી 10, લાઓસથી 8, વિયેતનામથી 6, માન્યમારથી 6, શ્રીલંકાથી 8, કંબોડિયાથી 6 પ્રતિનિધિઓ આ પરિષદમાં હાજરી આપી હતી.
સંઘાકાયા ફાઉન્ડેશન દ્વારા તા. 23 ફેબ્રુઆરી 2025 ના રોજ ગાંધીનગર ખાતે બૌદ્ધ ધર્મની છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે, તેના આનંદ સાથે, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ભાવભર્યું નિમંત્રણ મળવા છત્તાં અગત્યના કારણોસર હાજર રહી ન શકતા મુખ્ય મંત્રીશ્રીએ શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું છે કે, બૌદ્ધ ધર્મ સમગ્ર વિશ્વમાં વ્યાપ ધરાવે છે,તેમાં ભારત અને ગુજરાતને બૌદ્ધ ધર્મની સંખ્યાબંધ ધરોહર ધરાવતા દેશમાંથી એક હોવાનું ગર્વ છે. ભગવાન બુદ્ધના અસ્થિ દેવની મોરી અરવલ્લીથી મળ્યા છે, વડનગર ખાતેથી બૌધવિહાર મળ્યો છે, તો જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ મળે છે, જે ભારતમાં આગમસ્થાન ધરાવે છે. ગુજરાત સરકાર ભગવાન બુદ્ધના અસ્થિ વડોદરાથી મૂળ સ્થાને લાવી બૌદ્ધ સર્કિટ વિકસાવવાનું કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ભગવાન બુદ્ધના અતિ મહત્વપૂર્ણ સ્થાન માતૃ ગયા વિકસાવવાનું કાર્ય હાથ ધર્યુ છે આ સાથે તેઓએ સમગ્ર દેશમાં ઉચ્ચ સરકિટના નિર્માણનું પણ આ આહવાન કર્યું છે.
વિશ્વને શાંતિ અને કરુણાનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધની પવિત્ર ભૂમિ પર આપ સૌનું સ્વાગત છે, તેમ જણાવતા પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વને શાંતિ અને કરૂણાનો સંદેશ આપનાર ભગવાન બુધ્ધની પવિત્ર ભૂમિ પર સૌનું સ્વાગત છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પધારેલ બૌદ્ધ સાધુઓના દર્શન કરીને ધન્યતા અનુભવતા ઉમેર્યું હતું કે,ચીની મુસાફર હયુ એન ત્સંગ ની જેમ આજે આપ સૌ પણ ભગવાન બુધ્ધની ભૂમિ પર આવ્યા છો. ભગવાન બુધ્ધના જીવન સાથે, બૌધ્ધ ધર્મ સાથે સંકળાયેલ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા તથા યાદગાર સંસ્મરણૉને આપના દેશમાં જાઓ ત્યારે ત્યાં પણ જણાવવા અપીલ કરું છું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,ભારત સરકાર સાથે મળીને ગુજરાત સરકારે સ્વદેશ દર્શન સ્કીમ હેઠળ બૌદ્ધ સર્કીટ વિકસાવેલ છે. જેમાં બૌધ્ધ ધર્મ સાથે સંકળાયેલ ૧૨ પ્રવાસન સ્થળો ખાતે પ્રવાસન સુવિધાઓનો વિકાસ કરવામાં આવેલ છે. ભગવાન બુદ્ધના અસ્થિ હાલ બરોડા એમ. એસ. યુનિવર્સિટી પાસે છે તેને તેના મૂળ સ્થાને દેવની મોરી, શામળાજી પાસે લાવવા છે. તેના વિકાસનું આયોજન પણ વિચારણા હેઠળ છે. ગુજરાત માં જ્યાં પણ બૌદ્ધ વિહારો કે ગુફાઓ છે, તેને રોડ મારફત જોડવાનું કામ ચાલી રહ્યું છે. વડનગરમાં ઘાસકોટ દરવાજા પાસે જે બૌદ્ધ ભિખ્ખુણી વિહાર નીકળ્યો છે, તેના પર ભવ્ય ડોમ બનાવીને તે ધરોહર સચવાય તે માટે ટુરિઝમ વિભાગ કામ કરી રહ્યું છે. ત્યાં 24 કલાક સિક્યોરિટી સાફ સફાઈ તથા દર્શન માટે આવનાર લોકો ને આ વિહારના ઉત્ખનન દરમ્યાનની બધી જ વિગતો પ્રદર્શનમાં દર્શાવી છે, એ જ રીતે તારંગા માં પણ તારા દેવીના મંદિર પગથિયાં, તેના ઉપર ડોમ અને અન્ય સગવડો વિકસાવી છે.જૂનાગઢની ગુફાઓનો ટુરિઝમની જાહેરાતમાં શ્રી અમિતાભ બચ્ચનજીએ પણ ઉલ્લેખ કર્યો છે.