છત્રાલ ગામના GIDC વિસ્તારમાં ડમ્પીંગ સાઈટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
બીસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ના CSR ડીપાર્ટમેન્ટ દ્વારા “બોટ્ટલ્સ ફોર ચેન્જ” પ્રોજેક્ટ અંતર્ગત છત્રાલ ગામ ના GIDC વિસ્તાર માં છત્રાલ પંચાયત,DRDA ના સહયોગ થી સખી મંડળની બહેનો તેમજ સફાઈ કર્મીઓ દ્વારા ડમ્પીંગ સાઈટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં આશરે ૭૦૦ કિલો થી વધુ વપરાયેલું પ્લાસસ્ટીક જમીન માંથી કાઢી ભેગુ કરીને અલગ તારવી રિસાયકલિંગ માટે મોકલવામાં આવ્યું હતું. તેમજ લોકો ને પ્લાસ્ટિક નો વપરાશ ઘટાડવા તેમજ ‘ ૩ R ‘ એટલે કે, રિડયુસ,રિયુઝ અને રિસાયકલિંગ વિષે સમજ આપી વપરાયેલા પ્લાસ્ટિકને રિસાયકલિંગ માટે મોકલવા અપીલ કરાઈ હતી, બીસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના CSR પ્રોજેક્ટ “બોટ્ટલ્સ ફોર ચેન્જ” અંતર્ગત છેલ્લા ઘણા વર્ષોથી છત્રાલની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિષે જાગૃકતા તેમજ વપરાયેલા પ્લાસ્ટિકને ભેગુ કરીને રિસાયકલિંગ માટે મોકલવા માટેના સરાહનીય પ્રયાસો હાથ ધરાયા છે.