રોજગાર ભરતી મેળો: 12 માર્ચે સ્વામિનારાયણ યુનિવર્સીટી, સઈજ ખાતે આયોજન
તા.૧૨/૦૩/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર તથા સ્વામિનારાયણ યુનિવર્સીટી, સઈજ, તા.કલોલ દ્વારા સંયુક્ત ઉપક્રમે જીલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ. ડિપ્લોમા, આઈ.ટી.આઈ. નર્સિંગ, કોઈ પણ સ્નાતક, એન્જીનીયરીંગ ઉમેદવારોની ક્યુસી એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ, પ્રોડક્શન એક્ઝિક્યુટિવ, બેક ઓફીસ સપોર્ટ સ્ટાફ, ડીપ્લોમા, એન્જીનીયર, સુપરવાઈઝર, વેલ્ડર, ફીટર, ઈલેક્ટ્રોશિયન, વાયરમેન, આઈ.ટી.આઈ તમામ ટ્રેડ, હાઉસકીપિંગ, નર્સિંગ, પેશન્ટ એટેન્ડેટ. મશીન ઓપરેટર, કસ્ટમર કેર એસોસિયેટ, વર્કર, યોગી ટ્રાવેલ્સમાં બસ ડ્રાઇવર-કંડકટર જેવી વિવિધ ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે ભાગ લઇ શકશે. ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં 30 જેટલી વિવિધ કંપનીઓ યુવાનોને રોજગાર આપવા માટે હાજર રહેનાર છે, ત્યારે જીલ્લાના પાત્રતા ધરાવતા તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. ભરતીમેળામાં શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે અને જીલ્લાની તથા જીલ્લા બહારની અગ્રગણ્ય કંપનીઓમાં રોજગારીની તક મેળવી શકશે. આ ભરતીમેળામા શારીરિક સશક્ત પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાચ્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. રોજગાર ભરતી મેળામા ભાગ લેવા https://forms.gle/hsVG8PZ6L3QcrBrj6 લીંક મા રજીસ્ટ્રેશન કરી અને રૂબરૂ હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા જણાવાયું છે.