હોળી-ધુળેટીના પર્વને તકેદારી સાથે ઉજવવા ગાંધીનગર કલેકટરે કરી અપીલ
આનંદ ઉત્સાહ અને રંગોનો તહેવાર શોકમાં ન પરિણમે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષે ધૂળેટી પર્વના દિવસે ઘણા બધા લોકો જળાશયોમાં જેવાં કે નદી, તળાવ અને કેનાલના પાણીમાં ન્હાવા જતાં ડૂબી જવાના બનાવો, રાજયમાં સર્વત્ર બનવા પામ્યા હતાં. પરિણામે આનંદ ઉલ્લાસનું પર્વ શોકમાં ફેરવાઈ ગયું હતું. ગાંધીનગર જિલ્લામાં પણ નદી, તળાવ,
અને કેનાલના પાણીમાં ન્હાવા પડેલા લોકોમાંથી ૧૧-આશાસ્પદ વ્યક્તિઓના ડૂબી જવાના બનાવો બનેલ છે, જેને ધ્યાને લઇ આગામી તા.૧૩ અને ૧૪ માર્ચ,૨૦૨૫ના રોજ હોળી-ધૂળેટીના તહેવારમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને, અને આનંદ ઉલ્લાસનું પર્વ શોકમાં ન ફેરવાય જાય તે માટે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કર્યા બાદ અજાણ્યા જળાશયોમાં ન્હાવા માટે ન જવા જાહેર જનતાને નિવાસી અધિક કલેકટર શ્રી દ્વારા પણ જાહેર અપીલ કરવામાં આવી છે.