વિશ્વ ચકલી દિવસ: એક એવા પ્રકૃતિ પ્રેમી મહિલા, જેમણે ચકલી બચાવો અભિયાનને જીવનનું લક્ષ્ય બનાવી દીધું
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રહેતા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન માં પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે ૨૦ વર્ષ થી ફરજ બજાવતા શ્રીમતિ કુસુમબેન સુથાર જેઓ એક નિવૃત નાયબ વન સંરક્ષક સ્વ.ડી.સી.સુથાર ના સુપુત્રી છે.
૫૬ વર્ષીય કુસુમબેન ૨૦ વર્ષથી બહારના હર કામ માટે સાયકલનો જ ઉપયોગ કરે છે. ફરજના ભાગરૂપે પાર્કમાં આવતા મુલાકાતીઓ, સ્કૂલ ના વિદ્યાર્થીઓ, અધિકારીઓના ગ્રુપ ને પ્રકૃતિ જાળવણી અને ખાસ ડાયનોસોરના ઈતિહાસ વિશે જાણકારી પીરસી રહ્યા છે.
તેઓની જીદ અને કોશિશ છે ચકલીઓ અને પક્ષીઓ પર્યાવરણ બચાવો.જેના પ્રયાસ રૂપે શરૂઆત મંદિરોમાં મુકેલા માટીના ગરબા એકઠા કરી ચકલી માટે માળા બનાવી પોતાના ઘરે લગાવ્યા અને લોકોમાં જાગૃતિ લાવવા વહેંચવા ની શરૂઆત કરી.આજે આ નાનો પ્રયત્ન એક વટવૃક્ષ બની સામે આવી રહ્યું છે.
તેઓ મિત્રો સગાંવહાલાંઓને ધરે જન્મતિથિ કે મૃત્યુતિથી જેવા પ્રસંગોએ અન્ય ખર્ચાઓ ન કરતા ચકલીના માળા પાણીના કુંડાઓ વિતરણ કરવા માટે સલાહ આપે છે અને મદદ પણ કરે છે.
તેઓ
૧. વિશ્વ ચકલી દિવસે નિઃશુલ્ક માળા નું વિતરણ કરવુ
૨. સ્વછતા અભિયાન
૩. અનાજનો બગાડ ન કરવો
૪. પક્ષી બચાવો
૫. ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પિરસવુ.
૬. ધરમાં શક્ય તેટલો વિજળીનો બચાવ કરો.
૭. શક્ય હોય ત્યાં પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળો
૮.જલ હી જીવન હે.. પાણી બચાવો.
જેવા કાર્યક્રમો પર જનહિત અને દેશહિત માટે અભિયાન ચલાવી રહ્યા છે.
તેઓને ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોષીની સ્મૃતિ માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તઉદગમ વુમન્સ એચિવર એવોર્ડ થી પર્યાવરણ જાળવણી વિશે વિશિષ્ટ યોગદાન આપવા બદલ મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.મયુર જોષી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.