કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોનું ગાંધીનગરમાં આંદોલન, ધરપકડ શરૂ
ગાંધીનગર: ગુજરાતમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ કરી કાયમી શિક્ષકોની તાત્કાલિક ભરતીની માંગ સાથે આજે વહેલી સવારથી 400થી વધુ વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરના રામકથા મેદાનમાં ધરણાં કર્યા છે. અનેક રજૂઆતો છતાં કાયમી ભરતી ન થતાં શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે.
ધોમધખતા તડકામાં બેઠેલા વ્યાયામ શિક્ષકોએ વધુમાં વધુ સાથીદારોને જોડાવા અપીલ કરી છે. તેમના આંદોલનને યુવરાજસિંહ જાડેજા, જીગ્નેશ મેવાણી અને અમિત ચાવડા જેવા નેતાઓએ સમર્થન આપ્યું છે. હાલમાં પોલીસની ગાડીઓ આંદોલન સ્થળે પહોંચી છે અને વ્યાયામ શિક્ષકોની અટકાયત શરૂ કરી દેવામાં આવી છે. નેતાઓ દ્વારા આંદોલનકારીઓને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ આંદોલન આવતીકાલે, 18 માર્ચ 2025ના રોજ પણ ચાલુ રહેશે.