ગાંધીનગર

સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ માટે શપથવિધિ સમારોહ યોજાયો

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સેક્ટર 12 સિવિલ કેમ્પસમાં સ્થિત સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ માટે શપથ વિધિ સમારોહનનું આયોજન તા.17/3/2025ના રોજ કરવામાં આવ્યું હતું.

સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ સરની પ્રેરણાથી આ શપથગ્રહણ સમારોહનું ઉદઘાટન ગણેશ વંદના થી અને દીપ પ્રાગટયથી કરવામમાં આવ્યું હતું. જેમાં ઉદ્ધાટક તરીકે ડૉ .મીતા પરીખ, મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ, જી.એમ.ઈ.આર. ગાંધીનગર સિવિલ,ડો. બોની ગજ્જર, ડાયરેક્ટર એન્ડ સી.ઈ .ઓ સ્કાઈ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ ગાંધીનગર, શ્રી ધર્મેન્દ્ર ભોરણીયા, નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ ગાંધીનગર સિવિલ, બિંદિયા તિવારી, ડેપ્યુટી નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ ગાંધીનગર સિવિલ તથા ગાંધીનગર સિવિલના વિવિધ વિભાગના ઇન્ચાર્જ નર્સીસ તથા પ્રિન્સિપાલ ડો.રાજેશ રાવલ ,વાઇસ પ્રિન્સિપાલ પ્રો.ભાવિષા પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિધાર્થીઓ દ્વારા ફ્લોરેન્સ નાઇટિંગલની જીવનચર્યા ઉપર રોલ પ્લે કરવામાં આવ્યો હતો.

બી એસ સી નર્સિંગ ની 17 મી બેચ, જી એન એમ નર્સિંગ ની 15 મી બેચ તથા એ એન એમ નર્સિંગ ની 13 મી બેચ ના કુલ 140 વિધાર્થીઓ એ શપથ ગ્રહણ કર્યા હતા. કોલેજના નર્સિગ ટ્યુટર રશ્મી રજોરા એ વિધાર્થીઓને શપથ લેવડાવ્યા હતા. પ્રિન્સિપાલ ડો.રાજેશ રાવલે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ડૉ .મીતા પરીખે. શપથ ગ્રહણ કરનાર વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને સમજાવ્યું હતું કે શપથ એ તમે આપેલું વચન છે. મેડિકલ એ કલા અને વિજ્ઞાન છે. ડો. બોની ગજ્જરે શપથ ગ્રહણ કરનાર વિદ્યાર્થીઓને પોતાના વ્યવસાયમાં આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજેમાં પ્રથમ,દ્વિતીય ક્રમે આવનાર વિધાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમનું સંચાલન દૃષ્ટિ પટેલ તથા રાજવી પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું . કાર્યક્રમની આભારવિધિ આસિ. પ્રો. શ્રધ્ધા ગજ્જર દ્વારા કરવામાં આવી હતી . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x