ચારધામ યાત્રા 2025: આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
પવિત્ર ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. આ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથના કપાટ 2 મે અને બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખોલવામાં આવશે. આ વખતે ચારધામ યાત્રા માટે 60% રજીસ્ટ્રેશન ઓનલાઈન અને 40% રજીસ્ટ્રેશન ઓફલાઈન થશે. યાત્રાના પ્રથમ 15 દિવસ રજીસ્ટ્રેશન કેન્દ્રો 24 કલાક ખુલ્લા રહેશે. હરિદ્વાર અને ઋષિકેશ સહિતના પ્રવાસ માર્ગો પર રજીસ્ટ્રેશન કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે ભક્તોએ સત્તાવાર વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in/ ની મુલાકાત લેવી પડશે. હેલી સેવા માટેની ટિકિટ heliyatra.irctc.co.in પરથી બુક કરી શકાય છે.