ગાંધીનગર

નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર,ગાંધીનગર દ્વારા વર્ષ દરમિયાન વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનના વિકાસ ની સાથે સાથે પર્યાવરણની જાળવવી અંગે જાગૃતતા કેળવાય તે હેતુ થી વિવિધ પર્યાવરણીય દિવસોની ઉજવણી કરવામાં આવે છે. ચકલી આપણા પર્યાવરણ નો અગત્યનો ઘટક છે ચકલી અને ચકલી કુળના અનેક પક્ષીઓ ની પેઠીઓ બચાવવા માટે વિશ્વ સ્તરે પ્રયાસો થઇ રહ્યા છે.

માનવીય હસ્તક્ષેપના કારણે ચકલીઓ લુપ્ત થતી જાય છે. તેના ભાગ રૂપે ૨૦ માર્ચ ને ચકલી દિવસ તરકે ઉજવવામાં આવે છે. નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ૨૦ માર્ચ ચકલી  દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત નિસર્ગ સાયન્સ સેન્ટર ના મેનેજિંગ ટ્રસ્ટી, ડો.અનિલ પટેલે કુદરત માં ચકલી નું મહત્વ તેમજ ચકલી દિવસ ઉજવવા પાછળનો ઈતિહાસ વિદ્યાર્થીઓને સમજાવ્યો હતો. ચકલીના માળા કેવી જગ્યાએ લગાવવા કે જેનાથી ચકલીને અન્ય પ્રાણીઓ કે મોટા પક્ષીઓ નો ભય ના રહે તેની જાણકારી આપી હતી.

સાયન્સ સેન્ટરના સંયોજક હાર્દિક ભટ્ટ અને શિવાંગ પટેલે દ્વારા વિદ્યાર્થીઓને ચકલી વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી હતી જેના આધારિત ક્વિઝ રમાડવામાં આવી જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને માટીનો ચકલીના માળા ઇનામમાં આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કુલ ના આચાર્ય વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમમાં શાળાના સ્ટાફ મિત્રો સહભાગી બન્યા હતા. 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x