B12ની કમીથી થાક્યા? મગની દાળથી મેળવો તાકાત
વિટામિન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે, જે લાલ રક્તકણો બનાવે છે, નર્વસ સિસ્ટમને યોગ્ય રાખે છે અને DNA સંશ્લેષણમાં મદદ કરે છે. આ વિટામિનની ઉણપથી થાક, નબળાઈ, યાદશક્તિ નબળી પડવી અને નર્વસ સિસ્ટમની સમસ્યાઓ થઈ શકે છે.
વિટામિન B12 માંસ, માછલી, ઈંડા અને ડેરી ઉત્પાદનોમાં જોવા મળે છે, જેથી શાકાહારીઓમાં તેની ઉણપનું જોખમ વધારે હોય છે. પરંતુ મગની દાળ આ ઉણપને દૂર કરી શકે છે.
મગની દાળમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, પોટેશિયમ અને ફોલેટ જેવા પોષકતત્વો હોય છે, જે વિટામિન B12 ના શોષણમાં મદદ કરે છે. મગની દાળ પાચનતંત્રને મજબૂત બનાવે છે, લાલ રક્તકણો બનાવે છે અને એનિમિયાથી બચાવે છે. તેને ખીચડી, સૂપ, દાળ-ભાત અથવા પરાઠા તરીકે ખાઈ શકાય છે.