ગુજરાત

AAPના ગોપાલ ઇટાલિયાને લઈ મોટા સમાચાર

વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા વિસાવદરથી પેટા ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વિસાવદરમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીનું ઝાડું ચાલશે અને વિસાવદરની જનતા ભાજપના તમામ ષડયંત્રનો જવાબ આપશે.

આમ આદમી પાર્ટીએ આ ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગોપાલ ઇટાલીયાએ પણ વિસાવદરની જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ જનતાની સેવા કરવા માટે તૈયાર છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x