એક પેડ શહીદો કે નામ : વૃક્ષારોપણ કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ
ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે 23 માર્ચ શહીદ દિવસની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.ભારતના વિર શહિદોને શ્રધ્ધાંજલી આપવા માટે વિવિધ સંસ્થાઓ સાથે રહિને પાંચ જેટલા વડ નું રોપણ કરવામાં આવ્યુ. ગાંધીનગરના માનનીય મેયર શ્રી મીરા પટેલ,પૂર્વ ગ્રુહ રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર ત્રિવેદી, મિસ ઈન્ટીયા સુમન ચેલાની, રજનીશ પટેલ, એન પી પટેલ, કુમારભાઈ, ( નેચર ફર્સ્ટ પરીવાર) ગાયત્રી પરિવાર, એસ એન પટેલ, મંગળભાઈ ચૌધરી, જયશ્રીબેન, કાનજીભાઈ ( યોગાચાર્ય) તથા લાયન્સ ક્લબ સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા શહીદ ભગતસિંહ ના બલિદાનને બિરદાવા માટે શહીદ ભગતસિંહના નામના વડ વાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
વિર શહીદ ભગતસિંહની યાદમાં વડ વૃક્ષ વાવીને એમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીને હંમેશા આપણી યાદોમાં અક્ષય વૃક્ષના રૂપમાં જીવંત રાખવા માટે વડના વૃક્ષો વાવવા નું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચોમાસામાં સરદાર પટેલ ઉપવન ખાતે મોટી સંખ્યામાં શહીદો નાં નામના વડ નું રોપણ કરવાનો સંકલ્પ પુરો કરાશે. એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ કરવામાં આવે છે કે આપણા રાષ્ટ્રીય વડ વૃક્ષ શહીદોનાં સન્માન માટે અને વિશ્વ સમુદાયને જળવાયુ પરિવર્તનના ભયંકર પરિણામો થી બચાવવા માટે પ્રત્યેક ગામ-શહેરની ધાર્મિક સંસ્થાઓ સરકારી કચેરીઓ અને ખાનગી અને સરકારી કંપનીઓ ની જગ્યા પર આઝાદીના લડતમાં શહીદ થયેલા સ્વતંત્ર સેનાનીઓ ના નામનું એક વડ વૃક્ષ વાવીને એમના આપેલા બલિદાનને વૃક્ષ વાવીને બિરદાવી સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરાશે. ઉપરાંત વિર શહિદોને હંમેશા વૃક્ષના રૂપમાં આપણી યાદોમાં જીવંત રાખીશું.
ભારત દેશ 2047 માં આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે ત્યાં સુધીમાં આજે વાવેલા વડ વટવ્રુક્ષ બની જશે. શહીદના નામનો એક ઘટાટોપ વડ વ્રુક્ષ લાખો પશુ પક્ષીઓને આશ્રયસ્થાન આપનારો અને મનુષ્ય જીવન માટે ઉપયોગી બની રહેશે. સહું સાથે મળી એક વડલાની ભેટ રાષ્ટ્રને સમર્પિત કરીશું તેવા સંકલ્પ કરાયા હતા. આ સાથે મિસ ઈન્ડિયા શ્રી સુમન ચેલાની દ્વારા માંસાહારનો ત્યાગ કરવા, પશુ-પક્ષીઓ બચાવવા, પર્યાવરણ ની રક્ષા કરવા પ્રેરણા પ્રવચન આપવામાં આવ્યુ હતુ. શ્રી સુમન ચેલાની દ્વારા આજની યુવા પેઢીને સેવ એન્વાયર્મેન્ટ, સેવ બર્ડ્સ અને સેવ એનિમલ ના અભિયાન સાથે જોડાવા માટેનાં પ્રયાસો કરાઈ રહ્યા છે.