ગાંધીનગર

ગાંધીનગરમાં સીમાવર્તી ક્ષેત્ર યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત માય ભારત અને નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા ૫ રાજ્યો જેમજ કે પંજાબ , હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ , ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનનાં ૨૭ યુવાનો માટે સીમાવર્તી કસ્તર યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યો છે. . આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માય ભારતના રહ્ય નિર્દેશક શ્રી દુશાંત ભટ્ટ, ચિલ્ડ્રન યુનીવર્સીટીના રજિસ્ટ્રારશ્રી ડા. નીલેશ પન્ડ્યા , જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, કેમ્પસ ઇન્ચાર્જ ડા. ધર્મેશ પટેલ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શ્રીમતી અંજલીબેન પટેલ ઉપસ્તિથ રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સોલન જિલ્લાના ૫, રુદ્રપ્રયાગ જિલ્લાના ૫, પીલીભીતના ૫, તરણતરણ જિલ્લાના ૫ અને જૈસલમેર જિલ્લાના ૭ યુવાનો ભાગ લઇ રહ્યા છે. યુવાનોના ગાંધીનગરના પ્રવાસ દરમિયાન શૈક્ષણિક, એતિહાસિક , સાંસ્કૃતિક મહત્વના સ્થળોની મુલાકાત કરવામાં આવશે. આ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રી માય ભારતની કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x