દેશમા સર્વ પ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય ગુજરાતમાં, સરકારના નિર્ણયને વધાવતા દિલીપ સંઘાણી
આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થવા જાય ત્યા સુધી જે રીતે સહકારીતાને મહત્વ મળવુ જોઈએ તે મળ્યુ ન હતુ તેવા સમયે લોકપ્રિય પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈ મોદી એ ” સહકાર થી સમૃધ્ધિ’ને ચરિતાર્થ કરવા અલગ સહકારીતા વિભાગની રચના સાથે અમીતભાઈ શાહ જેવા સફળ અને સબળ નેતૃત્વમા સહકાર થી આર્થીક વિકાસ સમૃધ્ધિ મા પહેલ કરી છે ત્યારે સમગ્ર દેશમા સર્વપ્રથમ સહકારી વિશ્વવિદ્યાલય ગુજરાતમા સ્થાપવાના ક્રાંતિકારી નિર્ણયથી રોમેરોમ આનંદ વ્યાપી ગયો છે તેમ ભારત સરકારના નિર્ણયને આવકારતા રાષ્ટ્રિય સહકારી અગ્રણી ઈફકો–એનસીયુઆઈના પ્રમુખ દિલીપ સંઘાણીએ જણાવ્યુ છે.
સંઘાણીએ વધુમાં જણાવેલ કે, હર દેશના હર પરિવારને સહકારિતાએ જોડવાનું કામ કરેલ છે સહકારના માધ્યમથી ગ્રામિણ અર્થ વ્યવસ્થા, સ્વરોજગાર, નાના જમીન ધારકોનો વિકાસ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રમાં સહકારીતા કામ કરી રહેલ છે તેવા સમયે દેશની સર્વ પ્રથમ ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય ની સ્થાપ્ના ગુજરાતની ભૂમિ ઉપર થવા જઈ રહી છે તેવા ક્રાંતિકારી નિર્ણય ગુજરાતની સહકારી પુંજી છે તેમ જણાવી ભારત સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયને આવકારી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ ને હૃદયપુર્વક અભિનંદન પાઠવ્યાનું અખબારી યાદીના અંતમાં જણાવેલ છે.