ગાંધીનગર

ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવા અને ગૌમાતાની કતલ અટકાવવા વિધાનસભામાં બીલ રજૂ કર્યું : અમિત ચાવડા

* બંધારણના નિર્દેશાત્મક સિધ્ધાંતોએ રાજ્ય સરકારો પર ગૌ સંરક્ષણ અને સુધારણા માટે પગલા લેવા અને ગાય-વાછરડાની કતલ પર પ્રતિબંધના કાયદા હોવા છતાં ગાયો અને તેમના સંતાનોની કતલ વધી છે. – અમિત ચાવડા
* ગાયને “રાજ્ય માતા”નો દરજ્જો આપવા સંદર્ભે અને ગાયના સંવર્ધન -સંરક્ષણ અને કલ્યાણના ઉદ્દેશ્ય સાથે લોકલાગણી મુજબનું બીલ આ સાથે રજુ કરું છું. – અમિત ચાવડા

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી પ્રાઇવેટ બીલ રજૂ કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી ને પત્ર દ્વારા જણાવ્યું હતું કે “આપણા રાજ્ય અને રાષ્ટ્રમાં મૂળ ભારતીય ગાય એટલે ગૌમાતા અપાર પ્રાચીન વારસો, સાંસ્કૃતિક, ધાર્મિક અને પર્યાવરણીય મહત્વ અને મુખ્ય પ્રણાલી ધરાવે છે.

સાંપ્રત સમયમાં મૂળ ભારતીય ગાયોની વસ્તી ઝડપથી ઘટી રહી છે અને તે પૈકીની ઘણી જાતિઓ લુપ્ત થવાના આરે છે. ગૌમાતા રાષ્ટ્રની આધ્યાત્મિક, પર્યાવરણીય, સુખાકારી માટે ગાયોના અમુલ્ય યોગદાનને માન્યતા આપતી વખતે અહિંસાના દૈવી સિધ્ધાંતને મૂર્ત સ્વરૂપ આપતી અને પોષણ, આજીવિકા અને કૃષિ સંસાધનો પ્રદાન કરનારી છે. ગૌ હત્યાની વધતી જતી ઘટનાઓ અંગે સમાજમાં મોટી ચિંતા છે.

બંધારણના નિર્દેશાત્મક સિધ્ધાંતોએ રાજ્ય સરકારો પર ગૌ સંરક્ષણ અને સુધારણા માટે પગલા લેવા અને ગાય-વાછરડાની કતલ પર પ્રતિબંધના કાયદા હોવા છતાં ગાયો અને તેમના સંતાનોની કતલ વધી છે. કાયદા હોવા છતાં ગાયનું રક્ષણ કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. તેમની સલામતી અને કલ્યાણ માટે ચોક્કસ નીતિ અને પ્રાથમિકતા જરૂરી છે.

ગાયના સંવર્ધન – સંરક્ષણ અને કલ્યાણ માટે ગાયના સંવર્ધન માટે પૂરતા ગૌચરની વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં કરવી જરૂરી છે. ગાયોના સંરક્ષણ માટે ગાયોની કતલ અટકાવવા કાયદાનું ચુસ્તપણે પાલન અને મોનીટરીંગ ખુબ જરૂરી છે. ગાયો અને ગાયોના પાલકોના કલ્યાણ માટે સરકાર દ્વારા પૂરતા બજેટ – યોજનાઓ અને વહીવટી માળખું ઉપલબ્ધ કરાવવું ખુબ જ જરૂરી છે. રાજ્યમાં ગાય સંરક્ષણ – કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તેવી પણ માંગ સતત ઉઠતી રહી છે. આ સંદર્ભના નિયમો-માળખું અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કાયદાના સ્વરૂપમાં જોગવાઈઓ કરવી જરૂરી હોય, ગાયને “રાજ્ય માતા”નો દરજ્જો આપવા સંદર્ભે અને ગાયના સંવર્ધન -સંરક્ષણ અને કલ્યાણના ઉદ્દેશ્ય સાથે લોકલાગણી મુજબનું બીલ આ સાથે રજુ કરું છું. જેને દાખલ કરી વિધાનસભા ગૃહમાં ચર્યા અર્થે યોગ્ય કાર્યવાહી આદેશ થવા ભલામણ સહ વિનંતી છે.”

દેશના ચાર પીઠના શંકરાચાર્ય દ્વારા પણ આ પ્રકારના બિલની માંગણીને સમર્થન આપવામાં આવેલ છે. ગુજરાત કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા “ગૌ માતા રાજ્ય માતા” બિલ આજ રોજ રજૂ કરવામાં આવેલ છે અને ગાયોની કતલ અટકે તેના માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી આ બિલને સ્વીકારી ફ્લોર પર રજૂ કરે અને ભારતીય જનતા પાર્ટી તેને સમર્થન આપી ગૌ માતા પ્રત્યે વફાદારી બતાવીને આ બીલ વિધાનસભામાં સર્વાનુમતે પાસ કરવામાં આવે તેવી ગુજરાતની જનતાની અપેક્ષા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x