શિહોલી મોટી પ્રાથમિક શાળાના બાળકોએ પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ મોડલફાર્મની મુલાકાત લઈ સપ્રદ માહિતી મેળવી
તા.૨૭/૩/૨૫ના રોજ શિહોલી મોટી,પ્રાથમિક શાળાના 135 જેટલા બાળકોએ પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ મોડલફાર્મની મુલાકાત લઈ પ્રકૃતિ,ગાય અને પ્રાકૃતિક ખેતી અંગે રસપ્રદ માહિતી મેળવી હતી.
કહેવાય છે ને કે નનાનપણથી જ સમજ મેળવે તે કેળવણી આજીવન યાદ રહે છે.જ્યારે પ્રધાનમંત્રી શ્રી, રાજ્યપાલશ્રી તથા આપણા મુખ્યમંત્રીશ્રી પ્રાકૃતિક કૃષિ પર ભાર મુકતા મોટા પાયે લોકજાગૃતિ માટે કામગીરી કરી રહ્યા છે, ત્યારે શિહોરી પ્રાથમિકશાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણોએ એક સુંદર અને સરાહનીય પ્રયત્ન કરી પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ(મોડેલ ફાર્મ) શીહોલી મોટી, તા.જી.ગાંધીનગરની મુલાકાત બાળકોને કરાવી હતી.
જેનાથી બાળકોને પ્રત્યક્ષ નિદર્શન અને વ્યાખ્યાન દ્વારા પ્રાકૃતિક ખેતીની સમજ મળે તથા આગળ જતાં આજ ભવિષ્યના નાગરિકો પ્રાકૃતિક ખેતીનું મુલ્ય સમજી પ્રાકૃતિક ખેતી કરતા અને અપનાવતા થાય.
આ મુલાકાત અંતર્ગત બાળકોને વિવિધ પ્રાકૃતિક પાકો,દેશી ગાય, જીવામૃત વગેરે જેવી જરૂરી માહિતી નરેન્દ્રભાઈ મંડીર દ્વારા આપવામાં આવી હતી.સાથેજ પ્રાકૃતિક ચેરી ટમેટા અને બિસ્કીટ નો સ્વાદ પણ બાળકોએ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવે પણ પ્રાકૃતિક કૃષિ માટે લોકોમાં જાગૃતિ લાવવા કટિબદ્ધતા સાથે અવારનવાર પ્રેરણા પ્રવાસ દ્વારા ખેડૂતો વચ્ચે જઈ પ્રાકૃતિક કૃષિ અંગે ચર્ચા કરતાં રહે છે, ત્યારે જિલ્લામાં આવેલ પ્રાકૃતિક કૃષિ પ્રત્યેની આ જાગૃતિ કલેકટરશ્રીના મજબૂત નિર્ધાર અને વિશ્વાસનું જ પરિણામ છે.