એપ્રિલમાં બેંકોમાં અડધો મહિનો રજા! RBIએ જાહેર કર્યું હોલિડે લિસ્ટ
આજથી એપ્રિલ શરૂ થઈ ગયો છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ મહિનાની બેંક હોલિડે લિસ્ટ બહાર પાડી છે. આ મુજબ, એપ્રિલમાં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં બીજા અને ચોથા શનિવાર, રવિવાર તેમજ રામ નવમી અને હનુમાન જયંતિ જેવા તહેવારોનો સમાવેશ થાય છે. જો તમારે એપ્રિલમાં બેંકમાં કોઈ કામ હોય તો RBIની હોલિડે લિસ્ટ તપાસી લેવી જરૂરી છે.
તારીખ | દિવસ | અવસર | ભારત/રાજ્યમાં બેંકો બંધ રહેવાની જગ્યાઓ |
1 એપ્રિલ 2025 | મંગળવાર | કોમર્શિયલ બેંકોની વાર્ષિક ઈન્વેન્ટરીને કારણે | સમગ્ર ભારત |
6 એપ્રિલ 2025 | રવિવાર | રામ નવમી | સમગ્ર દેશમાં |
10 એપ્રિલ 2025 | ગુરુવાર | મહાવીર જયંતિ | સમગ્ર દેશમાં |
12 એપ્રિલ 2025 | શનિવાર | બીજો શનિવાર | સમગ્ર દેશમાં |
13 એપ્રિલ 2025 | રવિવાર | સાપ્તાહિક રજા | સમગ્ર દેશમાં |
14 એપ્રિલ 2025 | સોમવાર | બાબા ભીમરાવ આંબેડકર જયંતિ | સમગ્ર દેશમાં |
15 એપ્રિલ 2025 | મંગળવાર | બોહાગ બિહુ | અગરતલા, ગુવાહાટી, ઇટાનગર, કોલકાતા અને શિમલા |
16 એપ્રિલ 2025 | બુધવાર | બોહાગ બિહુ | ગુવાહાટી |
18 એપ્રિલ 2025 | શુક્રવાર | ગુડ ફ્રાઇડે | સમગ્ર દેશમાં |
20 એપ્રિલ 2025 | રવિવાર | સાપ્તાહિક રજા | સમગ્ર દેશમાં |
21 એપ્રિલ 2025 | સોમવાર | ગારિયા પૂજા | અગરતલા |
26 એપ્રિલ 2025 | શનિવાર | ચોથો શનિવાર | સમગ્ર દેશમાં |
29 એપ્રિલ 2025 | મંગળવાર | ભગવાન શ્રીપરશુરામ જયંતિ | કેટલાક રાજ્યોમાં |
30 એપ્રિલ 2025 | બુધવાર | બસવ જયંતી અને અક્ષય તૃતીયા | બેંગલુરુ |