ગાંધીનગરગુજરાત

ગુજરાત બોર્ડનો મહત્વનો નિર્ણય: ધોરણ 9 અને 11ની 12 એપ્રિલની પરીક્ષા હવે 21 એપ્રિલે યોજાશે

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આગામી 7 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષાઓમાં 12 એપ્રિલે યોજાનારી પરીક્ષા હવે 21 એપ્રિલના રોજ લેવામાં આવશે.

આ ફેરફાર મુખ્યત્વે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની તારીખમાં થયેલા ફેરફારને કારણે કરવામાં આવ્યો છે. અગાઉ આ સ્કોલરશિપ પરીક્ષા 12 એપ્રિલે યોજાવાની હતી, જે હવે 21 એપ્રિલે બપોરે 12 થી 2:30 દરમિયાન રાજ્યભરના 2553 કેન્દ્રો પર લેવામાં આવશે.

બંને પરીક્ષાઓની તારીખો એક જ હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત બોર્ડે ધોરણ 9 અને 11ની 12 એપ્રિલની વાર્ષિક પરીક્ષાને 21 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર દ્વારા જાણ કરી દેવામાં આવી છે. અંદાજે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 11ની આ પરીક્ષાઓમાં ભાગ લેશે. શાળાઓને તેમના વિષયવાર કાર્યક્રમ અને પ્રશ્નપત્રો શાળા વિકાસ સંકુલ અથવા શાળા કક્ષાએ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x