ગુજરાત

ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક

ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે. આ પંચના અધ્યક્ષ તરીકે યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ ૩ સભ્યો સાબરકાંઠાના જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદરાના સુનીલ સોલંકી અને ભાવનગરના અભયસિંહ ચૌહાણની નિમણૂક કરી છે.

આ રાજ્ય નાણાં પંચના અન્ય એક સભ્ય અને સભ્ય સચિવ તરીકે બી. પી. ચૌહાણ આઈ.એ.એસ.ની નિમણૂક ફેબ્રુઆરી-૨૦૨૫માં કરવામાં આવેલી છે.નાણાં પંચના અધ્યક્ષ સહિત પાંચથી વધે નહીં એ રીતે સભ્યોની નિમણૂક સાથે રાજ્ય નાણાં પંચની રચના કરી શકવાની જોગવાઈ છે. રાજ્ય સરકારે અગાઉ અધ્યક્ષની નિમણૂક કર્યા પછી હવે વધુ ૩ સભ્યોની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક અને એક પૂર્ણકાલીન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરતાં રાજ્ય નાણાં પંચમાં હવે પાંચ સભ્યોની નિયુક્તિ પૂર્ણ થઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x