ગુજરાત

રેશનકાર્ડ e-KYC માટેની સમયમર્યાદામાં કરાયો વધારો

ગુજરાતના લગભગ પાંચ લાખ રેશનકાર્ડ ધારકોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. સરકારે રેશનકાર્ડના ઈ-કેવાયસી (e-KYC) માટેની અંતિમ તારીખ લંબાવીને 30 એપ્રિલ, 2025 કરી છે. અગાઉ આ પ્રક્રિયા 31 માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ કરવાની હતી. સરકારે રાશન વિતરણમાં પારદર્શિતા લાવવા અને બોગસ કાર્ડ રદ કરવા માટે આ નિર્ણય લીધો છે. હજુ પણ ઘણા લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવ્યું નથી, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ સમય વધાર્યો છે.

જો કે, સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવે તેમને મફત રાશન સહિતના સરકારી લાભો મળતા બંધ થઈ જશે અને તેમના કાર્ડ પણ રદ થઈ શકે છે. સરકારે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઈ-કેવાયસીની સુવિધા આપી છે. લાભાર્થીઓ રાશનની દુકાન પર જઈને અથવા કેટલાક રાજ્યોની પોર્ટલ અને એપ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. સરકારે બાકી રહેલા લાભાર્થીઓને આ છેલ્લી તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x