ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા અદાલતમાં પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટના પ્રાંગણમાં આજે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય, ગરિમામય અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૪ બાદ પ્રથમવાર જિલ્લા અદાલતમાં આ પ્રકારનો વિશાળ અને સંયોજિત કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈને અદાલત વર્તુળોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત ન્યાયિક અધિકારીઓ દ્વારા પરંપરાગત સાફા (ટર્બન) ધારણ કરવાની વિધિ સાથે કરવામાં આવી, જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહ્યું. ત્યારબાદ માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ શ્રી આશિષ જે. એસ. મલ્હોત્રા સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાંધીનગરના DGP શ્રી હિતેશ રાવલ સાહેબ તથા ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ શ્રી શંકરસિંહ ગોહિલે પ્રાસંગિક પ્રવચન આપી સંવિધાન, લોકશાહી અને રાષ્ટ્રીય મૂલ્યો અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા.
કાર્યક્રમની વિશેષતા એ રહી કે તેમાં ન્યાયાધીશો, વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ, સાંસ્કૃતિક કાર્યક્રમના સહભાગીઓ તેમજ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી આ કાર્યક્રમ માત્ર ઔપચારિક ઉજવણી નહીં પરંતુ એક સામૂહિક સામાજિક ઉત્સવ બની ગયો હતો. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર પ્રાંગણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. ૨૦ વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાયેલા આ ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજનને ગાંધીનગર જિલ્લા અદાલતના વર્તુળોમાંથી વ્યાપક પ્રશંસા મળી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *