ગાંધીનગર

હીટ સ્ટ્રોકથી બચવા ગાંધીનગર જિલ્લા કલેકટર તથા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ

સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આકરા હવામાનના કારણે આગામી દિવસોમાં ભારે ગરમી રહેવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે. ગરમીના મોજાથી બચવા માટે નાગરિકોએ કેટલાક મહત્વના પગલાં લેવા જરુરી છે. ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવે ના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું અને શું ન કરવું? તે અંગે અપીલ કરવામાં આવી છે.

હીટ સ્ટ્રોકથી બચવા શુ કરવું? – પાણી પીતા રહો. તરસ ન લાગે તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું. શરીરને હાઇડ્રેટ રાખવા માટે, ઓઆરએસ સોલ્યુશન અથવા છાશ, લસ્સી, લીંબુનું શરબત, ચોખાના દાળ, નારિયેળ પાણી વગેરે જેવા ઘરે બનાવેલા પીણાનો ઉપયોગ કરો. વજન અને રંગમાં હળવા હોય તેવા હળવા અને સુતરાઉ કપડા પહેરો. સૂર્યપ્રકાશનો સીધો સંપર્ક ટાળો. બહાર હોઇએ ત્યારે માથાને કપડાં, છત્રી અથવા ટોપીથી ઢાંકો. આંખોના રક્ષણ માટે સનગ્લાસ પહેરવા, ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન લગાડવું.

બાળકો અને વૃદ્ધોની સંભાળ રાખવી. હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ હોય તેવા ઘણા નાના બાળક (શિશુ), વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતી વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવું. કાર્યસ્થળ પર કામદાર માટે છાંયડાની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાશ, ઓઆરએસ, આઈસપેક, પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવી.
હીટ સ્ટ્રોકથી બચવા શું ન કરવું? આવશ્યક ન હોય તો બપોરે તડકામાં જવાનું ટાળવું. ખાસ તો બપોરે ૧૨ થી બપોરે ૩ વાગ્યાની વચ્ચે તડકામાં ન જવું. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા, કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણાનો ઉપયોગ ન કરવો. મસાલેદાર ખોરાક ટાળવા. મસાલેદાર, તળેલું, વધુ મીઠું ખાવાનું ટાળવું.

હીટ સ્ટ્રોક પીડિત માટે પ્રાથમિક ઉપચાર માટે શું કરવું? જો કોઈ વ્યક્તિને ગૂંગળામણ થતી હોય તો ભીના કપડાંનો ઉપયોગ કરવો પ્રાથમિક સારવાર માટે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરને હાઇડ્રેટ રાખવા માટે ORS અથવા લીંબુનું શરબત જેવા પ્રવાહી આપવું. હીટ સ્ટ્રોક થયો હોય તેવી વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવી. શરીરનું તાપમાન સતત વધતું રહે, માથાનો અસહ્ય દુઃખાવો, ચક્કર, નબળાઇ, ઉલટી થાય અથવા બેહોશ થઇ જાય તો તરત જ એમ્બ્યુલન્સને કૉલ કરી બોલાવી લેવી. હીટ સ્ટ્રોકથી બચવા માટે મહત્વપૂર્ણ ઉપાયો અપનાવી, કાળજી રાખીએ, સ્વસ્થ રહી શકીએ અને હીટ વેવથી થતાં રોગથી બચી શકીએ છીએ. આથી, ગરમીમાં વિશેષ કાળજી રાખવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x