ગાંધીનગરમાં ખનીજ ચોરો પર તવાઈ, 3 દિવસમાં 3.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
કલેક્ટર, ગાંધીનગર મેહુલ કે. દવે ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહનને અટકાવવાની કામગીરી અવિરત થઈ રહી છે. ખનીજ ચોરોને છટકબારી માટે કોઈ જ માર્ગ ખુલ્લો ન રહે તે માટે પણ કલેક્ટર ગાંધીનગર પોતે આ કામગીરી પર બાજ નજર રાખી રહ્યા છે. છેલ્લા ૦૩ દિવસમાં સાદીરેતી, તથા ગ્રેવલ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૯ વાહનો સહિત ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત. ગાંધીનગર જિલ્લામાં વર્તમાન કલેકટરે પદ સંભાળતાની સાથે જ ખનીજના બિનઅધિકૃત વહન કરતા ભૂમાફીયાઓ સામે અવિરત દંડનાત્મક પગલાં લેવાની અને જિલ્લામાંથી ખનીજ ચોરી અટકાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જેના પગલે રજા ના દિવસે તથા રાત દિવસ ભૂસ્તર વિજ્ઞાન ખનિજ ખાતાની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
જેના પરથી સ્પષ્ટ છે કે કલેક્ટર ગાંધીનગર દ્વારા બિન અધિકૃત ખનીજ ચોરી કરતા ઈસમો સામે શરૂઆતમાં જે બાયો ચઢાવવામાં આવી હતી, તેમાં કોઈ જ બાંધ છોડ કરવામાં આવશે નહીં. ખનીજ ચોરોને છટકબારી માટે કોઈ જ માર્ગ ખુલ્લો ન રહે તે માટે પણ કલેક્ટર ગાંધીનગર પોતે આ કામગીરી પર બાજ નજર રાખી રહ્યા છે. પરિણામે કલેક્ટર, ગાંધીનગર મેહુલ કે. દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન છેલ્લા ૦૩ દિવસમાં સાદીરેતી, તથા ગ્રેવલ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૯ વાહનો આશરે ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે, જેની દંડકીય કાર્યવાહી હાલ ચાલુમાં છે, જેની આવક ભવિષ્યમાં થશે,
જે જપ્ત કરેલા વાહનોની વિગતો મુજબ નારદીપુર, કલોલથી ડમ્પર નં- GJ-36-T-8300, ડમ્પર નં- GJ-18-BV-9475 પેથાપુર ચોકડી , GJ-02-ZZ-6757 નંબરનું ડમ્પર ઘ-૦ ખાતેથી, GJ-01-FT-9016 – ફતેહપુરા ચોકડી, ટ્રેક્ટર નં- GJ-18-EB-2446 તથા MBNAAAEALNJ001713 શાહપુર બ્રીજ, ડમ્પ ર નં- GJ-27-TF-9096 લેકાવાળા ખાતેથી તથા DD-02-E-9911, GJ-18-BV-5049 પીપળજ ચેકપોસ્ટ ખાતેથી પકડવામાં આવેલ છે. આ તમામ વાહનો જે જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.