ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટીની બાંધકામ સાઇટની જિલ્લા કલેકટરે લીધી ઓચિંતી મુલાકાત 

અતિશય ગરમી અને લુથી બચવા માટે જિલ્લા કલેક્ટરશ્રી ગાંધીનગર, મેહુલ કે. દવે દ્વારા લોકહિતમાં વારંવાર સૂચન કરવામાં આવી રહ્યા છે કે, કાળઝાળ ગરમીમાં વિવિધ સાઈટ પર કામ કરતા મજૂરોને બપોરના સમયે આરામ આપવામાં આવે, તથા તેમની સલામતી માટે વિવિધ સુરક્ષાત્મક પાસાઓ જેવા કે સાઈટ પર હેલ્મેટનો ઉપયોગ વગેરેની ખાસ તકેદારી રાખવામાં આવે.
મજૂરી કામ કરતા નાગરિકો માટે કરેલ આ સુચનનું પાલન યોગ્ય રીતે થાય તે માટે ૧૪-એપ્રિલના રોજ કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા ગ્રાઉન્ડ પર ઉતરી ભારે ગરમીમાં મજૂરોની પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લાની વિવિધ સાઈટ્સની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં કલેકટર શ્રીએ મજૂરોની સુરક્ષા અને સલામતીના વિવિધ પગલાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે કે નહીં, તેની જાત તપાસણી મજૂરો સાથે રૂબરૂ વાર્તાલાપ દ્વારા કરી હતી. તથા મજૂરો માટેની જરૂરી વ્યવસ્થા તથા સુરક્ષા જોઈ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સરકાર, કાયદો , શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા પર દરેક નાગરિકનો સમાન અધિકાર છે. એટલે જ માત્ર કચેરીઓ કે પછી ગ્રામ્ય મુલાકાતો જ નહીં, પરંતુ મજૂર વર્ગના લોકોને પણ યોગ્ય ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા જળવાય, તે માટે જિલ્લા કલેક્ટર શ્રી વારંવાર આ પ્રકારની મુલાકાતો કરી રહ્યા છે. જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં મજૂરો બિલ્ડીંગ બાંધકામ સાઈટો પર રોકાયેલા મજૂરો વગેરેની સુરક્ષા તથા તેમના બાળકોના ભણતર, સ્વાસ્થ્યની તથા પ્રાથમિક સુવિધાઓની સતત ચિંતા કરી કલેકટરશ્રીએ આવી આકસ્મિક મુલાકાતો નો દોર ચાલુ રાખ્યો છે, જે સરાહનીય છે.

જે અન્વયે હીટ વેવના અનુસંધાને કલેક્ટરશ્રી દ્વારા ગાંધીનગર ના GIFT CITY ખાતે આજરોજ તા. ૧૦-૦૪-૩૦૨૫, બાંધકામ સાઇટ REVA અને SHIVALIK CURVE ની મુલાકાત લઈ ત્યાં કામ કરતા શ્રમયોગીઓ સાથે વાતચીત કરી બાંધકામ સાઈટ પર બપોરે ૧ થી ૪ ના સમયગાળામાં ખરા તડકામાં કામ ન કરવા, તેમજ બાંધકામ સાઇટ પર શ્રમયોગીઓને ઠંડા પાણી, લીંબુ શરબત, છાશ વગેરેની સુવિધા કરી આપવા સુચન કરતાં, બાંધકામ સાઇટના જવાબદાર વ્યક્તિઓને બપોરે ૧ થી ૪ દરમિયાન કામ બંધ રાખવા બાબતે પણ સૂચન કરવામાં આવ્યું છે.તપાસ દરમિયાન શ્રમયોગીઓને આ તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ થતી હોવાનો જાણી રાજીપો અને સંતુષ્ટી વ્યક્ત કરી હતી.
ઉપરાંત કલેક્ટરશ્રી દ્રારા આ મુલાકાત દરમિયાન તેમની સાથે ઉપસ્થિત નાયબ નિયામકશ્રી, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય શ્રી જે.બી.બોડાત અને બી.ઓ.સી ઇન્સ્પેક્ટર શ્રી એન.એન.પટેલને
માણસા, કલોલ અને દહેગામ વિસ્તારની બાંધકામ સાઇટની મુલાકાત લેવા પણ સૂચન કરતાં શ્રમિકોને ઉકત તમામ સુવિધા પુરી પાડવામાં આવે તે અંગે સુચન કરવામાં આવ્યું હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x