વિશ્વ હોમિયોપેથી દિવસની સરકારી હોમિયોપેથી દવાખાનુ ચિલોડા ખાતે ઉજવણી કરવામાં આવી
તા.10/4/ 2025 ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ની ઉજવણી અંતર્ગત સરકારી હોમિયોપેથી દવાખાનુ ચિલોડા,ગામ ચિલોડા તાલુકો જીલ્લો ગાંધીનગર ખાતે સવારે સમય9: 30 થી 12:30 દરમિયાન હોમિયોપેથી મેગા નિદાન સારવાર કેમ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી શિલ્પાબેન જે પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી જયાબેન એસ ઠાકોર, ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોહબ્બતજી ઠાકોર,ગાંધીનગર તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન શ્રીમતી વર્ષાબેન એસ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી છનાભાઇ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્યશ્રી બાબુભાઈ બી ઠાકોર, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ભાવનાબેન પટેલ, સરપંચ શ્રીમતી શ્વેતલબેન જૈમિનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સદસ્યશ્રી, સામાજિક આગેવાનો, પેટા આરોગ્ય કેન્દ્ર ચિલોડા ના સ્ટાફ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ગાંધીનગર વૈદ્ય ભાવના પટેલે જણાવ્યું હતું કે, હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશ્વ માં એલોપેથી પછી બીજા નંબર અપનાવાયેલી ચિકિત્સા પદ્ધતિ છે. ઝેર નું મારણ ઝેર એ સિદ્ધાંત પર કામ કરે છે. કુપોષણ માં હોમિયોપેથી દવાઓ ખુબ જ અકસીર છે. મેગા કેમ્પમાં આવેલ લાભાર્થી ને મેગા કેમ્પ ની સેવાનો તથા કેમ્પ બાદ જિલ્લા માં આવેલ આવેલ હોમિયોપેથી દવાખાનાઓ ની સેવાનો લાભ લેવા લોકો ને અનુરોધ કર્યો હતો. આ મેગા કેમ્પમાં સ્ત્રી રોગના દર્દી-52, કિડની પથરીના દર્દી -27,બાળ રોગના દર્દી -33,હરસ મસા ભગંદર ના દર્દી -46, ચામડી રોગના દર્દી -42, જનરલ હોમિયોપેથી દર્દી -110 એમ કુલ 310 દર્દીઓએ લાભ લીધો હતો.આ ઉપરાંત રોગ પ્રમાણે યોગ ના લાભાર્થી -64 તથા હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શન નો કુલ 439 લાભાર્થી લાભ લીધેલ છે. આ ઉપરાંત આ પ્રસંગે હાજર મહાનુભાવોના હસ્તે દવાખાનાના પ્રાંગણમાં ઔષધિય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.