અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, સોસાયટીમાં હથિયારો સાથે તોડફોડ કરી
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો છે, અજિલ મિલ ચાર રસ્તા પાસેની સોસાયટીમાં તલવાર, લાકડી અને પાઇપ જેવા હથિયારો સાથે 7-8 લોકોનું ટોળું ઘૂસી આવ્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે રખિયાલ પોલીસે ગુનો નોંધ્યો છે.
ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. તેઓ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, પોલીસની કડક કાર્યવાહી છતાં અસામાજિક તત્ત્વોને કાયદાનો ડર નથી. તેઓ શહેરમાં છાશવારે દાદાગીરી કરતા હોવાથી અમદાવાદ રહેવા લાયક રહ્યું નથી.