ગાંધીનગર

જિલ્લા કોર્ટ ગાંધીનગર ખાતે લિફ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

કોર્ટ સાથે સંકળાયેલા પક્ષકારો, વકીલશ્રીઓ તેમજ સામાન્ય જનતાની સુવિધા અને સર્વ સામાન્યની પહોંચ માટેનો એક નવો અધ્યાય આજે ગાંધીનગર જિલ્લા કોર્ટમાં લિફ્ટના ઉદ્ઘાટન સાથે શરૂ થયો. નવ સજ્જ લિફ્ટના વિધિવત ઉદ્ઘાટન કાર્યક્રમમાં માનનીય સુ.શ્રી. હિતા આઈ. ભટ્ટ, પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ સાહેબશ્રી, ગાંધીનગર તથા ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખશ્રીએ હાજરી આપી હતી. આ પ્રસંગે ગાંધીનગર શહેરના જ્યુડીશીયલ ઓફિસરશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ અને બાર એસોસિએશનના વિ.વકીલશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હાલની જીલ્લા કોર્ટ બિલ્ડીંગમાં ૨૦ કોર્ટ કાર્યરત છે. હાલમાં સ્થિત જિલ્લા અદાલતનું બિલ્ડીંગ વર્ષે-૨૦૦૩ ની સાલમાં બાંધકામ પામેલ અને સદર બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર તથા ઉપરના ૩ (ત્રણ) માળનું છે. જેથી લીફટની સુવિધાની ખુબ જરૂર હતી. હાલના સંજોગો અને પરિસ્થિતી ધ્યાને લેતા તથા ગુજરાત રાજ્યના નામ. ચીફ જસ્ટીસ સાહેબશ્રી સુનિતા અગ્રવાલ તથા ગાંધીનગર જિલ્લાના યુનિટ જજ સાહેબશ્રી એ. એસ.સુપૈયા સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ અદાલતો અને તેમાં આપવામાં આવતી સુવિધા દિવ્યાંગ માટે સુલભ હોવી જોઈએ- આ પોઝિટીવ અભિગમને અનુસરી નામ ગુજરાત હાઈકોર્ટની પુર્વ મંજુરીથી હયાત બિલ્ડીંગમાં લીફ્ટની સુવિધા પુરી પાડવાની જોગવાઈ કરવામાં આવેલ ઓર્બિસ કંપની દ્વારા પ્રદાન કરાયેલ નવી લિફ્ટ જિલ્લા કોર્ટ બિલ્ડિંગ માટે નિર્માણ કરવામાં આવી છે. આ લિફ્ટ લગભગ ૨૬ વ્યક્તિઓને એકસાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે, જે કોર્ટમાં આવતા વકીલો, પક્ષકારો અને મુલાકાતીઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે આ ઉપરાંત કાનૂની વ્યવસ્થાને વધુ સર્વજનૈય અને દરેક માટે સરળ બનાવવી આજના સમયની જરૂરિયાત છે. ખાસ કરીને વૃધ્ધો અને શારીરિક અક્ષમ વ્યક્તિઓ માટે જેમને કોર્ટ બિલ્ડિંગમાં ચઢવા ઉતરવામાં મુશ્કેલી થાય છે, તેમના માટે આ લિફ્ટ ઉપયોગી સાબિત થશે. માન. પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજશ્રી હિતા ભટ્ટ સાહેબશ્રીએ આશા વ્યક્ત કરી કે આ લિફ્ટના સ્થાપનથી દિવ્યાંગ લોકો તથા સીનીયર સીટીઝન વ્યક્તિઓ માટે કોર્ટની મુલાકાત વધુ સરળ અને અનુકુળ બનશે.
જિલ્લા કોર્ટમાં રોજબરોજ મોટા પ્રમાણમાં મુલાકાતીઓની અવરજવર રહે છે, ત્યારે આ લિફ્ટ સમયસૂચક અને આવશ્યક જરૂરીયાત છે. આ લિફ્ટ માત્ર શારીરિક અક્ષમો માટે નહીં પણ સામાન્ય જનતા અને વિવિધ માળે આવેલા કોર્ટરૂમમાં હાજરી આપનાર પક્ષકારો માટે પણ લાભદાયક રહેશે. આ પહેલ ન્યાયિક સંસ્થાની ઈમારતો તથા જાહેર સ્થળોની સર્વજન્યતા અને સુવિધાઓમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસંગે વકીલ મંડળના પ્રમુખશ્રી શંકરસિંહ ગોહીલ, લાલસિંહ ગોહીલ, આર.ડી.જાની. તથા વિ. એ.જી.પી.શ્રી પી.ડી.વ્યાસ, સીનીયર વકીલશ્રીઓ, જ્યુડીશીયલ ઓફિસરશ્રીઓ તથા સ્ટાફ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x