ધ્યાન આપો: 19મી એપ્રિલે સવારના સમયે મોટેરા-ગિફ્ટ સિટી મેટ્રો લાઇન બંધ
ગાંધીનગરના રહેવાસીઓ માટે મહત્વના સમાચાર છે. આગામી 19મી એપ્રિલ, શનિવારના રોજ મોટેરા અને ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો રેલ સેવા પાંચ કલાક માટે સ્થગિત રહેશે. મેટ્રો રેલ સલામતી કમિશનર આ રૂટ પર નિરીક્ષણ કરવાના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિરીક્ષણના કારણે શનિવારે સવારે 8:00 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી આ રૂટ પર મેટ્રો ટ્રેનની સેવા બંધ રહેશે. નિરીક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ, 19મી એપ્રિલના રોજ જ બપોરે 1:00 વાગ્યાથી મેટ્રો ટ્રેન સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે. મુસાફરોને આ કામગીરીની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.