અમદાવાદ: ગરમીનો પ્રકોપ વધતા બપોરે 12 વાગ્યા બાદ શાળાઓ બંધ રાખવાનો આદેશ
અમદાવાદમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરનો તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને બપોરે ૧૨ વાગ્યા બાદ નહીં ચલાવવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે.
શિક્ષણાધિકારીએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ શાળા આ આદેશનું ઉલ્લંઘન કરીને બપોર પછી ચાલુ જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે, તમામ શાળાઓને તેમના સમયપત્રકમાં તાત્કાલિક ફેરફાર કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને ગરમીથી બચાવી શકાય. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.