ગુજરાત

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા હવે થશે સસ્તા!

ગુજરાત સરકારે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદનારાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. હવેથી, રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5 ટકા ટેક્સની છૂટ મળશે. આ નિર્ણયથી ઇવી ખરીદનારાઓને મોટો ફાયદો થશે, કારણ કે હવે તેમણે માત્ર 1 ટકા જ ટેક્સ ભરવાનો રહેશે. રાજ્યના પરિવહન મંત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે અને 31 માર્ચ, 2026 સુધી અમલમાં રહેશે. વાહન ખરીદનાર નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ પર પોતાના ઇલેક્ટ્રિક વાહનની નોંધણી કરાવીને આ છૂટનો લાભ લઈ શકશે. જો કે, અગાઉ ઇલેક્ટ્રિક વાહનો પર મળતી સબસિડી હજુ પણ બંધ છે. તેમ છતાં, ટેક્સમાં મળેલી આ છૂટથી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થાય છે કે કેમ તે જોવું રહ્યું. આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું વધુ પોસાય તેમ બનશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x