ગુજરાતમાં પેટાચૂંટણી અને સંગઠનના નવસર્જન અંગે ચર્ચા
અમદાવાદમાં કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બેઠક બાદ જણાવ્યું હતું કે, કાર્યક્રમોના દિલમાં શું છે અને સંગઠનના નવસર્જન માટે વિસ્તૃત ચર્ચા થઈ. ગુજરાતમાં યોજાનારી બે પેટાચૂંટણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગોહિલે ગઠબંધન અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ ઈન્ડિયા ગઠબંધન કરવાનો નિર્ણય લેવાયો છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકો અમે આમ આદમી પાર્ટી (આપ) માટે છોડી હતી. પરંતુ, આપ દ્વારા ઉમેદવાર જાહેર કરાતા ગઠબંધનના ધર્મ અંગે ચર્ચા થઈ. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે નિર્ણય લેવાયો છે કે ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત આપતી નથી.