વડોદરાના ફતેગંજ બ્રિજ પર મોડી રાત્રે ત્રિપલ અકસ્માત, જાનહાનિ ટળી
વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. શહેરના બ્લેક સ્પોર્ટ તરીકે ઓળખાતા આ બ્રિજ પર એક પછી એક ત્રણ કાર એકબીજા સાથે અથડાઈ હતી. સદનસીબે, આ ત્રિપલ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી રાહતનો શ્વાસ લેવાયો હતો. જો કે, અકસ્માતના પગલે ફતેગંજ બ્રિજ પર લગભગ બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત ફરી એકવાર ફતેગંજ બ્રિજની સલામતીને લઈને સવાલો ઉભા કરે છે, જ્યાં અવારનવાર અકસ્માતો થતા રહે છે.