પોપ ફ્રાન્સિસનું નિધન, જાણો કેવી રીતે પસંદ થશે ઉત્તરાધિકારી..
વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થતાં, તેમના ઉત્તરાધિકારીની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવા પોપની પસંદગી 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સ દ્વારા ગુપ્ત મતદાનથી થશે. સિસ્ટિન ચેપલમાં બે તૃતીયાંશ બહુમતી મેળવનાર કાર્ડિનલ પોપ તરીકે ચૂંટાશે. પસંદગી બાદ સફેદ ધુમાડો કાઢીને જાહેરાત કરવામાં આવશે. મે મહિનામાં કાર્ડિનલ્સની બેઠક યોજાશે, જેમાં 137 કાર્ડિનલ્સ નવા પોપની પસંદગી કરશે.