J&Kમાં આતંકી હુમલો, અમિત શાહ કાશ્મીર જવા રવાના
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના પ્રવાસીઓ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની સખત નિંદા કરી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઘટનાસ્થળની મુલાકાત લેવા નિર્દેશ આપ્યા છે. અમિત શાહે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું. ઘાયલોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.