ચર્ચાસ્પદ ભૂમાફિયા રમણ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નહીં
ચર્ચાસ્પદ ભૂમાફિયા બિલ્ડર રમણ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના હુકમને માન્ય રાખ્યો છે અને રમણ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રમણ પટેલ સામે ચાલી રહેલી ટ્રાયલને ચાર મહિનામાં પૂર્ણ કરવા ગુજરાત હાઇકોર્ટને આદેશ આપ્યો છે. આમ, રમણ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નથી.