પહલગામમાં આતંકી હુમલો: સેના એક્શનમાં, 1500થી વધુની અટકાયત
પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આડેધડ આતંકી હુમલાને પગલે દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હુમલા બાદ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર, આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અટકાયત કરાયેલા લોકોમાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની શંકા ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. સુરક્ષા દળો આ તમામ લોકોની સઘન પૂછપરછ કરી રહ્યા છે જેથી હુમલાખોરો વિશે કોઈ માહિતી મળી શકે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે અને શોધખોળ ચાલુ છે.