આતંકી હુમલામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા ગુજરાતીઓ માટે સહાય જાહેર
પહલગામમાં આતંકવાદી હુમલામાં ગુજરાતીઓના મોતથી રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. ભાવનગરના યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું આ હુમલામાં મોત થયું છે. મુખ્યમંત્રી ભાવનગર પહોંચ્યા અને આવતીકાલે તેમની અંતિમવિધિમાં હાજરી આપશે. યતિશભાઈ અને સ્મિત મોરારી બાપુની કથામાં ભાગ લેવા શ્રીનગર ગયા હતા. કથા બાદ પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાથી ભાવનગરમાં આક્રોશ ફેલાયો છે.