ગાંધીનગર જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા કુલ -૧૭ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન સંપાદન, ગેરકાયદેસર બાંધકામ, દબાણ, રસ્તા અને પ્રદૂષણ ,ગેરકાયદે ઊભી થયેલ ઝૂંપડપટ્ટી વસાહત વગેરે બાબતોને લગતા પ્રશ્નોની વિવિધ અરજદારશ્રીઓએ રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં રજૂ થયેલ તમામ ૧૭ પ્રશ્નોનો માંથી ૧૨ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૦૫ પ્રશ્નો પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રીએ અરજદારોના બાકી રહેતા પ્રશ્નો માટે તાત્કાલિક ધોરણે યોગ્ય નિવારણ કરવા માટે ખાસ સૂચના આપી હતી. કર્મચારીઓ અને અધિકારીઓને હકારાત્મક વલણ રાખીને અરજદારોને બીજી વાર ધક્કો ખાવો ના પડે તે રીતે કામગીરી કરવા માટે પણ સૂચન કર્યું હતું. ઉકત કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રીઓ, માલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીગણ હાજર રહ્યા હતા.