ભારત સરકારના રાષ્ટ્રીય બીજ નિગમના રિજીયોનલ મેનેજર પ્રશાંત શર્માએ ગાંધીનગરની મુલાકાત લીધી
ભારત સરકાર ના રાષ્ટ્રીય બીજ નિગમ ના રિજીયોનલ મેનેજર પ્રશાંત શર્મા અને તેની ટીમ કચેરીના અધિકારીઓ, તેઓના સ્ટાફ સાથે પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ (મોડેલ ફાર્મ),શિહોલી મોટી, તા.જી.ગાંધીનગરની મુલાકાત લીધી. જેમાં ભારત સરકાર હવે રાષ્ટ્રીય બીજ નિગમ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને લગતી બાબતો તાલીમ અને અભ્યાસ અંગે આગળ વધી અને આગામી સમયમાં ખેડૂતલક્ષી કાર્યક્રમો નું નિદર્શન અને વિવિધ વ્યાખ્યાન સહિતના કાર્યક્રમો કરનાર છે. તેના માટે પ્રાકૃતિક ખેતી ની માહિતી માટે દેશી બીજ, ગીર ગાય અને તેના ગૌમુત્રના ગોબરથી બીજામૃત,ઘનજીવામૃત, જીવામૃત, મિશ્રપાક,આચ્છાદન વિગેરે વિષય પર સ્થળ ઉપર તમામ આયામોનું નિદર્શન,ચર્ચા અને પ્રત્યક્ષ દર્શન કરવામાં આવ્યુ.