ગાંધીનગરના બાગાયતદારો માટે સહાય યોજનાઓનું આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્યું
ગાંધીનગર: જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે વર્ષ ૨૦૨૫-૨૬ ની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ફરી એકવાર ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂતો તારીખ ૨૪/૦૪/૨૦૨૫ થી લઈને ૩૧/૦૫/૨૦૨૫ સુધી આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
બાગાયત ખાતા દ્વારા કાયા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, વેલાવાળા શાકભાજીના પેડલ, ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, જૂના બગીચાઓનું નવસર્જન, ઔષધિય અને સુગંધિત પાકોનું વાવેતર, કમલમ (ડ્રેગનફૂટ)ની ખેતી, કોપ કવર, ક્રોપ કવર/બેગ, ફુટ કવર, ખેતર પર ગ્રેડિંગ-શોર્ટિંગ અને પેકિંગ એકમ સ્થાપવા સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, કેળ અને પપૈયાની ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, પોલીહાઉસ/નેટહાઉસમાં સોઈલલેસ કલ્ચર માટે સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલમાં સહાય, પ્લગ નર્સરી, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલ્સમાં સહાય, વોટર સોલ્યુબલ ખાતર, વેલાવાળા શાકભાજી માટે ટીસ્યુકલ્ચર પ્લાન્ટિંગ મટીરીયલ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતી, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય, અર્બના ગ્રીન મિશન (માળી તાલીમ), મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેડ, નિકાસ માટે વાહન ખર્ચમાં સહાય, ઈરેડીએશન પ્રક્રિયા માટે સહાય, હવાઈ માર્ગે નિકાસ માટે નૂર સહાય, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ, કાપણી અને પ્રોસેસિંગના સાધનો, બાગાયત મૂલ્યવર્ધન એકમ સ્થાપવા સહાય, બાગાયતી પાકના ક્લસ્ટરોને બજાર સાથે સાંકળવા માળખાકીય સુવિધા, ઔષધિય સુગંધિત પાકો માટે નવા ડિસ્ટિલેશન યુનિટ, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, બોરવેલ/પમ્પ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર અને લણણીના સાધનો જેવા વિવિધ ઘટકો માટે સહાય ઉપલબ્ધ છે.
ખેડૂતોએ આ યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ (https://www.google.com/search?q=https://ikhedut.gujarat.gov.in) પર નોંધણી કરાવવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લાની બાગાયત કચેરીમાં જમા કરાવવાની રહેશે. આ પોર્ટલ ૩૮ દિવસ માટે ખુલ્લું રહેશે.
બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.