વાળંદ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન
સવાસો જૂથ લિંબચ સમાજ આંબલીયારા દ્વારા યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે વાળંદ પ્રીમિયર લીગ (VPL)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ તારીખ ૨૩-૪-૨૦૨૫ થી ૨૮-૪-૨૦૨૫ દરમિયાન યોજાશે. આ ક્રિકેટ લીગનું આયોજન અરવલ્લી જિલ્લાના ચોઇલા ગામ ખાતે કરવામાં આવ્યું છે.આ યુવા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સવાસો જૂથના ૧૮ ગામની ટીમો ભાગ લઈ રહી છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વિજયભાઈ, ઉમંગભાઈ, રાજેશભાઈ, હસમુખભાઈ અને સમાજના અન્ય આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
સવાસો જૂથ વાળંદ સમાજના દાતાઓ દ્વારા પણ ઉદાર હાથે દાન આપવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવનારી ટ્રોફી હંસાબેન ચંદુભાઈ પારેખ તરફથી આપવામાં આવશે. જ્યારે, રનર અપ ટીમને મળનારી ટ્રોફી ભૂમિકા ટ્રાવેલ્સ એસ.બી.પારેખ દ્વારા પ્રદાન કરવામાં આવશે.આ ક્રિકેટ લીગ યુવાનોને એકત્ર થવા અને પોતાની ક્રિકેટ કૌશલ્ય બતાવવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડશે. સમાજના લોકો આ ટુર્નામેન્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.