પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન સામે ‘ડિજિટલ સ્ટ્રાઈક’
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખી છે. હવે ભારતે પાકિસ્તાન સામે ‘ડિજિટલ સ્ટ્રાઈક’ કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણ બાદ ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ચેનલોમાં પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવી મોટી યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભારતના કેટલાક મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ લગાવાયો છે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલી આતંકવાદી ઘટના બાદ ગૃહ મંત્રાલયે ભલામણ કરી હતી. આ ભલામણને આધારે ભારતે તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી તેમજ ખોટી માહિતી ફેલાવવા બદલ આ કાર્યવાહી કરી છે.