ahemdabadગુજરાત

અમદાવાદમાં જોખમી મકાનો મામલે AMCની આખરી ચેતવણી, યાદી જાહેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ ઝોનમાં આવેલા અત્યંત જોખમી મકાનોને લઈને તંત્રએ આખરી ચેતવણી જાહેર કરી છે. કોર્પોરેશન દ્વારા આવા વપરાશી અને બિનવપરાશી મકાનો અંગે મળેલી ફરિયાદોના આધારે તેમને ઉતારી લેવા અથવા તાત્કાલિક રિપેરિંગ કરવા વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં, કેટલાંક મિલકતધારકો નોટિસ લેવાનો પણ ઇનકાર કરી રહ્યા છે.

AMC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, સંત વિનોબા નગર, સ્વામિ વિવેકાનંદ આવાસ યોજના, ગોમતીપુર અને સાજનાથ એપાર્ટમેન્ટ જેવા વિસ્તારોમાં આવેલા મકાનો અત્યંત જોખમી સ્થિતિમાં છે. તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો આ મિલકતોના માલિકો તાત્કાલિક રિપેરિંગ નહીં કરાવે અથવા જોખમી ભાગ ઉતારી નહીં લે તો AMC દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો મકાન ધરાશાયી થશે તો તેના નુકસાનની સંપૂર્ણ જવાબદારી મિલકતધારકોની રહેશે. આથી, તમામ સંબંધિતોને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x