સુરતના 2100 વિદ્યાર્થીઓએ કેલ્ક્યુલેટર વિના ગણિત ગણીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતે આજે એક અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શહેરની બ્રાઈટર બીના 2100 વિદ્યાર્થીઓએ એક સાથે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વિના હાથની આંગળીઓના ટેરવે ગણિતના જટિલ દાખલા ગણીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની ટીમની હાજરીમાં આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓએ સરવાળા, બાદબાકી અને ગુણાકાર જેવા લાંબા અને અઘરા પ્રશ્નોને માત્ર પોતાની આંગળીઓની મદદથી ગણીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વિશ્વમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં બાળકોએ એકસાથે આ પ્રકારનું ફાસ્ટ કાઉન્ટિંગ કરીને ગણિતની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. પેપર અને પેનની જરૂરિયાત વિના આંગળીના ટેરવે જટિલ ગણતરીઓ કરીને આ વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.