ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે શ્રી આશિષભાઇ દવેની નિયુક્તિ
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ ભાજપ દ્વારા ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે શ્રી આશિષભાઇ દવેની નિયુક્તિ કરાઈ છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રીશ્રી બાબુભાઈ જેબલિયાએ આશિષભાઇ દવેના નામની જાહેરાત કરી હતી.
શ્રી આશિષભાઇ દવેએ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ઉત્તર ઝોનના પ્રભારી મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌ કાર્યકર્તાઓ સાથે મળી આગામી સમયમાં મજબૂતાઈથી સંગઠનની જવાબદારી નિભાવવાનો નિર્ધાર કર્યો હતો.
બપોરે ૧૨.૩૯ કલાકે શ્રી આશિષભાઇ દવેએ શહેર ભાજપ કાર્યાલય, સેકટર ૨૧ ખાતે પ્રમુખ તરીકે વિધિવત પદભાર સંભાળ્યો હતો. મહાનગરના પ્રભારી નૌકબેન પ્રજાપતિ, મહાનગરના ચુંટણી અધિકારી શ્રી મયુરભાઈ સુથાર, પૂર્વ અધ્યક્ષ શ્રી ઋચિર ભટ્ટ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ડે. મેયર નટવરજી ઠાકોર, સ્ટે. કમિટી ચેરમનશ્રી ગૌરાંગ વ્યાસ, શહેર ભાજપના અગ્રણીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ, શુભેચ્છકોએ શ્રી આશિષભાઇ દવેને અભિનંદન પાઠવ્યા હતાં.