ગાંધીનગર

ઘ-૪ પાસે બસે ઈન્કવાયરી કચેરીના કર્મચારીને કચડયો

ગાંધીનગર,
પાટનગર ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે બપોરના સમયે ઘ-માર્ગ ઉપર ઘ-સાડા ચાર પાસે સાયકલ લઈને જઈ રહેલા સે-ર૩ ઈન્કવાયરીના કર્મચારીને પાછળથી આવી રહેલી બસે જોરદાર ટક્કર મારતાં તે ફંગોળાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા પરંતુ ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ગાંધીનગર શહેરમાં અકસ્માતોના બનાવો અટકાવવા માટે નવી નવી સ્કીમો બનાવાઈ છે પરંતુ વાહનોની ગતિ રોકવા માટે કોઈ સ્કીમ બની નથી જેના કારણે શહેરના માર્ગો ઉપર પુરઝડપે દોડતાં વાહનો અવારનવાર અકસ્માતો સર્જી રહયા છે. ત્યારે આજે બપોરના સમયે શહેરના સે-ર૭ એકતા સોસાયટીમાં રહેતા પપ વર્ષીય પદમાજી ચમનાજી ભાટી પોતાની સાયકલ લઈને સે-૧૭માંથી ઘ-રોડ ઉપર નીકળી ઘ-૪ તરફ જઈ રહયા હતા ત્યારે પાછળથી આવતી સુઈ ગામ-ગાંધીનગર રૃટની બસના ચાલકે તેમની સાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

જેથી પદમાજી ગંભીર રીતે ઘવાયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક પદમાજી ગાંધીનગરની સે-ર૩માં આવેલી ઈન્કવાયરી કચેરીમાં કડીયા કામ કરતાં હતા. આ અંગે સે-ર૧ પોલીસે એસટી બસના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x