પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં આજે સર્વપક્ષીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
સરકાર તરફથી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કિરેન રિજિજુ અને જે.પી. નડ્ડા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જ્યારે વિપક્ષ તરફથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ ખડગે સહિતના નેતાઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
બેઠકમાં, તમામ રાજકીય પક્ષોના નેતાઓને ઓપરેશન સિંદૂર અંગેની વિગતો અને પાકિસ્તાન સામેની કાર્યવાહી અંગેની માહિતી આપવામાં આવશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર સર્વસંમતિ સાધવાનો અને ભવિષ્યમાં આતંકવાદ સામેની લડાઈમાં એકજૂથ રહેવાનો છે.