ગુજરાત

મોડાસામાં જુગાર રમતા 19 ઇસમો 86 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે બાતમીના આધારે ગોરીઓના ચોક કસ્બા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને જુગાર રમતા ૧૯ આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

એલસીબી પીઆઇ શ્રી એચ.પી. ગરાસીયા અને તેમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમણે મખદુમ હાઇસ્કુલ પાસે ગોરીઓના ચોક નવાજી મહોલ્લામાં રહેતા બિસ્મિલ્લાહખાન મુમતાજ હુસેન પઠાણના ઘરમાં દરોડો પાડ્યો હતો. અહીં કેટલાક માણસો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ૧૯ આરોપીઓને રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને ગંજી પાના સહિત કુલ રૂ. ૮૬,૦૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા આરોપીઓની યાદી નીચે મુજબ છે:

(૧) પરવેજ ઇનાયત હુસેન રાઠોડ (કસ્બા ફળી)

(૨) ઇમરાન નિશાર શેખ (બાગે નીસાત સોસાયટી)

(૩) ફિરોજ બિસ્મિલ્લખાન પઠાણ (નિવાજી મૌહલ્લો)

(૪) મહમદ ફારુક અબ્દુલહમિદ ચિસ્તી (રાઠોડ ‌ફળી)

(૫) મહમ્મદફઝલ જીવામિયા બોરડીયા (કસ્બા વિસ્તાર)

(૬) ફિરોજ મહંમદ ઇલીયાસ પઠાણ (કસ્બા વિસ્તાર)

(૭) સાકીબ અયુબભાઈ મલેક (કોલેજ રોડ)

(૮) અશફાક ઈકબાલ સુથાર (મોચીવાડા)

(૯) મોહમ્મદતોફીક એમદ હુસેન બોરડીયા (નીમજી ફળી)

(૧૦) ફિરોજ ઉર્ફે અકીલ સાબીર હુસેન મલેક (ઇન્દિરા નગર)

(૧૧) મોહમ્મદમિયા અબ્બાસમિયા પઠાણ (બાગે નિસાર સોસાયટી)

(૧૨) ઝહીર અબ્બાસ ગુલામમયુદ્દીન પઠાણ (લીમજી ફળી)

(૧૩) તૌસિફ કાલુખા પઠાણ (ઇન્દિરા નગર)

(૧૪) સોહેબ ગુલામનબી મલેક (દરિયાઈ સોસાયટી)

(૧૫) સરફરાજ મુસ્તાકહૂસેન સોદા (બહેરામજી ફરી)

(૧૬) નાસીર હુસેન સાબીર હુસેન શેખ (દરિયાઈ સોસાયટી)

(૧૭) સલીમ મમતાઝ હુસેન પઠાણ (પઠાણ નો મહોલ્લો)

(૧૮) શાહરૂખ ઉસ્માનભાઈ સાબલિયા (નક્ષબંધ સોસાયટી)

(૧૯) શાહનવાજ ગુલામ મહંમદ મલેક ભાઈ (કોલેજ રોડ)

આ કેસમાં વોન્ટેડ આરોપી તરીકે બિસ્મિલ્લાખાન મુમતાજ હુસેન પઠાણ (રહે. નવાજી ચોક ગોરીઓનો)નું નામ ખુલ્યું છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x