સાબરકાંઠા LCBએ ક્રેટા ગાડી સહિત ₹૧૨.૭૭ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઈસમો વિરુદ્ધ સફળ કાર્યવાહી કરી છે. પો.ઈન્સ. એસ.એન. કરંગીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે પ્રાંતિજ-મહુડી રોડ પર સાદોલીયા ગામ નજીક નાકાબંધી કરવામાં આવી હતી.
બાતમી મુજબ, એક નંબર વગરની સફેદ ક્રેટા ગાડીને રોકવામાં આવી. તપાસ દરમિયાન ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડનો ₹૨,૬૭,૪૮૦ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાં સવાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹૧૦,૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. આમ, એલસીબીએ ક્રેટા ગાડી અને દારૂ સહિત કુલ ₹૧૨,૭૭,૪૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.