નેશનલ ટેકવોન્ડો સ્પર્ધામાં ખેલાડીઓનો શાનદાર દેખાવ
યુનિવર્શલ એક્સ્પ્લોરર ગ્રુપ – ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશનના ખેલાડીઓએ વટવા, અમદાવાદ, ખાતે યોજાયેલ નેશનલ ટેકવોન્ડો સ્પર્ધામાં સ્પારિંગ તથા પૂમસે ઇવેન્ટમાં ભાગ લઈ ૧૧ ગોલ્ડ, ૯ સિલ્વર, ૬ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી કુલ ૨૬ મેડલ મેળવી ગાંધીનગરનું નામ રોશન કરેલ છે.
વિજેતા ખેલાડીઓ ના નામ –
વિદી પરમાર, મંસા સક્સેના, આર્યા, ઉરૂજ ઘાંચી, રીવા પુરાની, પ્રેયાંશી પરમાર,નમ્ર વાઘેલા, સદ્દાઈ ત્રિવેદી,નિર્વિધ ભાગવાની, જીત દવે, મોતી ભરવાડ, તુષાર રાઠૉડ.
યોજાયેલ સ્પર્ધામાં ટીમ નું નેતૃત્વ ભક્તિ રાવલ તથા સુધીર ભારદ્વાજ ધ્વારા સંભાળવામાં આવેલ તથા ટીમને માર્ગદર્શન કોચ સમર્થરાજ ગઢવી દ્વારા આપવામાં આવેલ. ભાગ લેનાર વિજેતા ખેલાડીઓને સંસ્થાના ઓનરેબલ ગ્રાન્ડ માસ્ટર પ્રકાશ સંભવાની તથા ચીફ કોચ જતીન દવેએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ છે.